દિવાલો પર લાગેલી તસ્વીર ભાળીને,
તુ બહુ યાદ આવે છે,
હોત જો તુ,
ભીજાંવત મુજને વહાલથી,
સમજાવત મુજને વહાલથી,
ફેરવત માથે હાથ વહાલથી,
પણ શું કરૂ?
કુદરત પણ રુઠી છે મુજથી,
શું એવુ ન થાય?
મનાવી લઇ કુદરતને,
એ તસ્વીરથી બહાર આવે તુ,
તુજ ખોળે માથુ મુકી ઉંઘી જાવ....
આવ ને.... 'માં' ,
તુજ સંગ વાતો કરવાનુ બહુ મન છે.
નીશીત જોશી 15.06.11
ગુરુવાર, 16 જૂન, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો