શનિવાર, 11 જૂન, 2011
આપ કલકત્તા રહો છો
આમ દિલને કરી ફના મુશ્કરાતા રહો છો,
કોઇ કહી રહ્યુ હતુ આપ કલકત્તા રહો છો,
આ તે કેવી આબરૂ બક્ષી મુજને એ ખુદા,
ભુલ્યા બધુ આપ યાદ સજાવતા રહો છો,
શરણે આવ્યા છે તેની પરવા તો ન કરાય,
હારેલાને આપ અધીકાર જતાવતા રહો છો,
પ્રેમમા ડુબી જવાની મજા કંઇક ઔર હોય,
ઉંડાણ જાણ્યા બાદ દરિયો તરાવતા રહો છો,
વાંચીને હ્ર્દય જે ઉતરે છે રોજ કાગળ પર,
સમાજની લાજને લઇ ભુલ સુધારતા રહો છો,
પ્યાલાને પુછો સુરાહીમા રહેલી સુરાની મજા,
બેહોશને હોશમા રહેવાનુ સીખવતા રહો છો,
પેલા ખુદાએ બનાવ્યા એકબીજા માટે બન્નેને,
બગીચામા ફુલોને પતંગીયા દેખાડતા રહો છો.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો