
ક્યાંથી ભીનાશ માટીમાં લાવવી અહી,
બધા જ બન્યા માટીના માનવી અહી,
હોત જો ભીનાશ એ માટીમા સ્નેહની,
ન બનત આમ નીશ્ઠુર માનવી અહી,
હોત જો ભીનાશ એ માટીમા પ્રેમની,
ન બનત આમ હવસી માનવી અહી,
હોત જો ભીનાશ એ માટીમા દયાની,
ન બનત આમ એ ક્રુર માનવી અહીં,
હોત જો ભીનાશ એ માટીમા માયાની,
ન બનત આમ સ્વાર્થી માનવી અહીં.
નીશીત જોશી 17.06.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો