બુધવાર, 8 જૂન, 2011

તો જાણુ


ગરીબોનો બેલી જો ન કહેડાવ તો જાણુ,
અમ ગરીબ ઉપર દયા વર્ષાવ તો જાણુ,

બાગોના ફુલો તો ખીલી ઉઠે છે ચમનમા,
ફુલો બીચારા ખીલી કરમાય છે ચમનમા,
કરમાયેલાને ફરી જો મહેકાવ તો જાણુ,
અમ ગરીબ ઉપર દયા વર્ષાવ તો જાણુ,

જીવન જીવી જઇએ સાથ મળવાની આશમા,
હરપળ નામ રટ્યા કરીએ મળવાની આશમા,
આશાને પુર્ણ કરી સંપુર્ણ કરાવ તો જાણુ,
અમ ગરીબ ઉપર દયા વર્ષાવ તો જાણુ,

નથી જાણતો કોઇ મંત્રતંત્ર તુજને રીઝાવવામા,
નથી જાણતો ધરમ ધ્યાન તુજને રીઝાવવામા,
ચરણે દે જગ્યા હ્રદયે લગાવ તો જાણુ,
અમ ગરીબ ઉપર દયા વર્ષાવ તો જાણુ.

નીશીત જોશી 27.05.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો