શુક્રવાર, 10 જૂન, 2011
એવુ લાગે છે
શ્રી 'ઓસો' ની બુકમાંના સુફી સંત મુલ્લા નસરૂદ્દીનનો એક કિસ્સો વાંચી પ્રેરીત થઇ
આ રચના લખેલ જે રજુ કરૂ છુ આશા છે ગમશે.
ઘરવાળીનો ગુસ્સો મને વાવાઝોડુ લાગે છે,
ન કરે જો ગુસ્સો તો, મને અજુગતુ લાગે છે.
શાંત જો હોય ત્યારે,
વાવાઝોડા પહેલાની, નીરવ શાંતી લાગે છે.
વાસણો પછાડી કરે અવાજ,
વરસાદ પહેલાના, આભનો ગળગળાટ લાગે છે.
જો માથે ઢોળે દાળનુ તપેલુ,
પડ્યો હોય જાણે વરસાદ, એવુ લાગે છે.
ન કરો આટલો વિચાર 'નીશીત',
તોફાન બાદ દરિયો થશે શાંત એવુ લાગે છે.
નીશીત જોશી
દુઃખ ગમે તેટલુ આવે તેના તરફ ધ્યાન ન આપો,
હર ક્ષણનો આનંદ ઉઠાઓ અને મોજ મા રહો.
કારણ દુઃખ તો સુખ આપીને જ જવાનુ છે. 02.06.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો