મસ્તોની દુનીયામા આવીને તો જો,
જરા પોતાના અસ્તિત્વ ભુલાવીને તો જો,
ભુલાય જશે માયા આ જગની બધી,
જરા પોતાના ગીતોને ગણગણાવી તો જો,
બેઠેલો જ છે હ્રદયમા સૌનો એ પ્રેમી,
જરા પોતાનુ માથુ નીચે નમાવીને તો જો,
લહેરો જ બની જશે કીનારા પાછા,
તોફાનોથી જરા સામનો કરાવીને તો જો,
ખુલી જશે પાછો ખજાનો આંનદનો,
પોતાનામા સૌને એકવાર સમાવીને તો જો.
નીશીત જોશી 12.06.11
ગુરુવાર, 16 જૂન, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો