
પાડી છે આજકાલ બીજાઓની નકલ કરવાની પ્રથા,
કોઇ રચનાની કરી ઐસીતૈસી, નકલ કરવાની પ્રથા,
પ્રેમથી સમજાવે છે અહી તેઓને ઘણા બધા છતા,
પાડી છે કોઇની પણ વાત કાનોમા ન ધરવાની પ્રથા,
'ન કરો નકલ',કહીયે છતા પણ કર્યે રાખે બેશરમો,
પાડી છે વગર મહેનતે પોતાની રચના કહેવાની પ્રથા,
સાવધાન મિત્રો,આવા મિત્રોથી સૌ રહેજો દુર જરા,
પાડી છે આ પાછળથી વગર ખંજરે વાર કરવાની પ્રથા,
નથી આ રોસ પણ આવે છે ઘણી દયા નાદાનો પર,
પાડી છે કેવી તે આવી આ રીતની ઉઠંતરી કરવાની પ્રથા,
સમજી જાઓ હજી પણ છે સમય બાકી,અરે!બીચારા,
પાડી છે શું આ રીતે જ ખુદે ખુદના અપમાન થવાની પ્રથા,
ન હોય હ્રદય માંહી કાગળ પર ઉતારવા જેવુ કંઇ ખાસ,
પાડી તો લો,રચનાના રચૈતાના નામને નીચે લખવાની પ્રથા,
ન ફેરવો પાણી કોઇની મહેનત પર નિર્દયતાથી 'નિશિત',
પાડી છે કેમ ફક્ત આવુ કરી ખુદને જ બદનામ થવાની પ્રથા.
નીશીત જોશી 04.08.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો