શુક્રવાર, 10 જૂન, 2011

હોય છે


રણ મૈદાનમા ઘણાને ઘણુ બધુ ખોવુ પડતુ હોય છે,
પથ્થર સાથે ભટકાવવા પથ્થર બનવુ પડતુ હોય છે,

ખુશી ઉદાસીથી અલગ રહીને મેળવી નથી સકાતી,
હર હમેંશ હસવાવાળાઓ ને પણ રડવુ પડતુ હોય છે,

હજી સુધી ઉંઘથી પુરે પુરો સબંધ છે જે નથી તુટ્યો,
કારણ આંખોને સુ- સ્વપ્ન સેવવા ઉંઘવુ પડતુ હોય છે,

જે લોકોથી એવુ લાગે છે કે સુરક્ષીત છુ હવે તો હું,
હરદમ એ જ લોકોથી મુજને દર્દ સહેવુ પડતુ હોય છે,

યાદોના બગીચાઓ મહેકી ઊઠે છે ફુલોથી 'નીશીત',
સમયંતરે મહેકતા ફુલોને પણ તો મરવુ પડતુ હોય છે.

નીશીત જોશી 05.06.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો