
મિત્રોની મિત્રતાએ બચાવી રાખ્યો છે,
બીજાઓએ તો હચમચાવી નાખ્યો છે,
પ્રેમમા પડ્યો ત્યારે નહતી જાણ મુજને,
અશ્રુઓએ દરીયામા ડુબાવી નાખ્યો છે,
વાતો કરતા કરતા હોઠો થરથરે મુજના,
ચુપચાપ મૌને ગુંગો બનાવી નાખ્યો છે,
સંતાકુકડી જીવનની રમવા બેઠા છીએ,
રમતની બગાડી બાજી હરાવી નાખ્યો છે,
દર્શન અભીલાશા વ્યર્થ લાગે છે મુજને,
તુજ યાદો સંગ હ્રદયમા સમાવી નાખ્યો છે,
મહેફિલ રોશનકાજે પ્રજ્વલીત કરૂ રોશની,
તુજ નામનો એક દિપ પ્રગટાવી નાખ્યો છે.
♫♥ નીશીત જોશી ♥♫ 09.06.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો