શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012
જીવી જઇશું જીવન
જીગર આપ્યુ તુજને,હવે જીવ માંગશો તો તે પણ આપીશું,
સાત જન્મની જાણ નથી, આ જન્મે પુરો સાથ નીભાવીશું,
કરીશું અમે અપાર પ્રેમ 'ને પુરા કરીશું સમસ્ત કોડ તુજના,
પ્રેમીપંખીડા નુ સુમધુર ગાન બની લોકોના અધરે આવીશું,
નહી આવવા દઇએ એક ટીપુ પણ અશ્રુનુ તુજ નયનો થી,
મુજ નસીબના સુખ આપી તુજના સર્વ દુઃખોને અપનાવીશું,
રિસાઇ જજે પણ હર વખતે માની જવાની એક જ એ શરતે,
જ્યારે પણ રિસાઇ જઇશ ત્યારે દોડી આવી તુજને મનાવીશું,
એક વાર્તાના બની કિરદાર જીવી જઇશું જીવન આપણે બન્ને,
જીવતરની પ્રેમ માંહી અમુલ્ય ક્ષણો કેમ વીતાવવી જણાવીશું .
નીશીત જોશી 10.09.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો