
હશે કોઇ જે તુજને ચાહતુ હશે,
હશે કોઇ જે તુજને ગમતુ હશે,
પ્રેમપંથ ના હશે કોઇ રાહગીર,
જે તુજ હર અદાએ નમતુ હશે,
પહોચશે જરા પણ દુઃખ હ્રદયે,
કોઇ તુજ કાજે અશ્રુ સારતુ હશે,
તુજ નાની મુશ્કાન જોઇને પણ,
હશે કોઇ જે તુજ સંગ હસતુ હશે,
હશે ચાહનાર ઘણા તુજના અહીં,
હશે એક જે પોતાનુ માનતુ હશે.
નીશીત જોશી 29.08.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો