રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012
કેવા વાયરા વાય છે
આવા જમાનામાં ગરીબોનો કોણ બેલી થાય છે,
ન જરૂરત હોવા છતાં અમીરોને ત્યાં સૌ જાય છે,
ભુખ્યો ટળવળે ભલેને બીચારો ગરીબ રાત દિન,
અમીરો રોજ સાંજ પડ્યે મહેફિલ સજાવી ખાય છે,
ગરીબ દિવો બાળવા કાજે ઝઝુમે કાળી મજુરી કરી,
અમીરો આ વાતને ટાળવા મંદી ના ગાણા ગાય છે,
દબાયો બીચારો ગરીબ મોંઘવારીના અસહ્ય બોજથી,
જ્યારે અમીરો કાજે મોંઘવારીનો પહાડ લાગે રાય છે,
ઇશ્વરે બનાવ્યો માનવ,'ને માનવે બનાવ્યો આ સમાજ,
તેમ છતાં બીભસ્ત સમાજમાં આ કેવા વાયરા વાય છે.
નીશીત જોશી 06.09.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો