શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012
વાત યાદ આવી ગઇ
આજ અચાનક એ બધી યાદ આવી ગઇ,
શૈશવકાળની હૈયે બધી વાત આવી ગઇ,
વર્ષો વિત્યા ઇચ્છા છ્તા ન જઇ શક્યો હું,
આજે સમક્ષ જ મુજ ફરીયાદ આવી ગઇ,
મિત્રો હતા જે આજે ન જાણે ક્યાં ખોવાયા,
ચોપાટ રમતા કાઢેલી હૈયે રાત આવી ગઇ,
છુટ્ટી પડતી અને દોડ્યા જતા એ ઘર ભણી,
આજ ફરી શેરીઓની હૈયે પુકાર આવી ગઇ,
અચાનક જોઇ આ તસ્વીર 'ને હ્રદય તરસ્યુ,
મુજ હાથો માં કલમ અને દવાત આવી ગઇ,
મુજ જન્મ સ્થળ સાથે પુરાખાઓના સંસ્મરણો,
આજ અચાનક આ બધી વાત યાદ આવી ગઇ.
નીશીત જોશી 14.09.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો