
કોઇની વ્યથા કોઇ ક્યાં લઇ શકે છે,
એ તો દિલ છે જે ફક્ત સહી શકે છે,
આંખોની ઉર્મીઓને રહેવા દો અંદર,
આંખોથી તો ઉર્મી ફક્ત વહી શકે છે,
રસ્તાઓને કહો જરા એ પણ ચાલે,
મુજ કદમ તો ફક્ત રસ્તે જઇ શકે છે,
બજારની સજ્જાને જોઇ અચંબો કેમ,
ત્યાં વસનાર જે છે બધુ લઇ શકે છે,
માટીના છે ખોવાય જવાના માટીમાં,
છેલ્લી નીંદરે સ્વપ્નય દગો દઇ શકે છે .
નીશીત જોશી 31.08.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો