
મન ને કહેજો કે આભે ઉડાવે નહી,
ઉડાવી ઉડાવી ને બહુ નચાવે નહી,
ક્યાંક પતંગ માફક કપાઇ જઇશું તો,
કહેજો તેને સૌની સમક્ષ ચગાવે નહી,
છો ઉડાવે ઉંચે આકાશે રાખીને ધ્યાન,
પગ નીચેથી કદી જમીન હટાવે નહી,
ઉડીને ભલે દેખાડે રાત્રે મધુર સપના,
પણ કોઇના વિયોગે રાત જગાવે નહી,
નાજુક છે મન એક ઝટકે તુટી પણ શકે,
કહેજો તેને એ વ્યથા કોઇને બતાવે નહી.
નીશીત જોશી 20.09.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો