બુધવાર, 27 મે, 2009

રંગોળી

રંગોળી તમે બનાવશો સરસ ખબર છે અમને
રંગો નો પણ કરશો રણકાર ખબર છે અમને
શુ થયુ જો એક કોઇ રંગ ખુટી પડ્યો હોય
તમારો વિશ્વાસ રંગ પાડશે પુરો ખબર છે અમને

નીશીત જોશી

જો વાંચીને તારૂ લખાણ

જો વાંચીને તારૂ લખાણ , ન ભીજાય મારી આંખો તો,

માનજે મારી આંખો અતી ભીજાય સુકાય ગઈ હતી,

ન આપજે કોઇને એવા દોષો, કલમને કે કાગળને,

સ્વપ્ન કરવા સાકાર હકીકત મારી વીસરાય હતી,

ન રહ્યા કોઇ શબ્દો હોઠો ગયા બીડાય હવે તો,

મારી કલમ પણ પેલી વિરહમા જ ઉભી હતી,

ના, ના, ના, છે જ આ જીવનનુ ચિત્ર મારૂ પણ,

સમજણને મારી અણસમજણ માની હતી,

જીવીયે છીએ વાંચીયે છીએ નિશિત આ જીવન પણ,

મઝા લેવાની કળા મારે તુજ પાસે શીખવી હતી.

નીશીત જોશી

મંગળવાર, 26 મે, 2009

આજ પાછી જાગી

આજ પાછી જીવવાની તલપ જાગી
આજ પાછી તને પીવાની તરસ જાગી
આજ પાછી તને જોવાની પ્યાસ જાગી
આજ પાછી તારા સ્મરણોની યાદ જાગી
આજ પાછી ગીતો ગાવાની ઇચ્છા જાગી
આજ પાછી તારા નામની મહેફીલ જાગી

'નીશીત જોશી'

સોમવાર, 25 મે, 2009

હશે એ વિરહ ના ઉજાગરા તારા
હશે એ ઉભરાયેલા ધાવ તારા
ન માની બેસતા નકામા થયા હવે
એ તો ગણે છે, નિશિત, આપેલા ઘાવ તારા

નીશીત જોશી

રવિવાર, 24 મે, 2009

મુંગા પ્રાણીની વ્યથા

કરાવશો કામ મારી પાસે
નહી કહુ મારી થાકની વ્યથા
દોડાવશો જો મને
નહી કહુ મારી હાંફની વ્યથા
મારશો જો મને
નહી કહુ મારી દર્દની વ્યથા
લાદશો બોજો પીઠે મારા
નહી કહુ મારી ભારની વ્યથા
નાખો કે ન નાખો રોટલો
નહી કહુ મારી ભુખની વ્યથા
છુ એક હુ મુંગુ પ્રાણી ઓ નિશિત
કેમ કહી શકુ આ મારી સહન-શીલતાની વ્યથા

'નીશીત જોશી'

યાદ

યાદ તો રહશે હંમેશા બની ને યાદ
ઘાવ પણ રહશે બની ને યાદ
રૂઝાય જશે સમય આવ્યે નિશિત એ ઘાવ
પણ આવશે તે હરધડી બની ને યાદ

નીશીત જોશી

શનિવાર, 23 મે, 2009

नाराज दिल

क्यों होता है ऐसा नाराज दिल
क्यो रहेता उदास नाराज दिल
रब ने बनायी है यह दुनीया
विश्वाश उनपर रख नाराज दिल
होना है जो हो कर रहेगा
बेकार उलज रहा तु नाराज दिल
मनाया, न माने किस्मत उनकी
छोड सब रब पे नाराज दिल
दिल तुटना था निशित तुट गया
अब गम को पी ले नाराज दिल

नीशीत जोशी

प्यारमे उनके

किया था हमने भी कभी प्यार उनसे

महेसुस भी कीया था प्यार उसने

पर रही होगी कोइ मजबुरी

न बांट सके वोह प्यार मुजसे

बस जी रहे है आज भी निशित

उन्ही यादो के सहारे प्यारमे उनके

'नीशीत जोशी'
रुठे को जो मनाओ तो जानु
गीरे हुए को जो उठाओ तो जानु
प्यार मे जो गीरो तो जानु
और उसमे गीर के संभल जाओ तो जानु

नीशीत जोशी

શુક્રવાર, 22 મે, 2009


रुठोगे तुम मना के कभी ना रुठने देंगे
नजरो से नजरो मे ही ईजहार करा देंगे
मुश्कान तेरे होठो से ना जाने देंगे
आंखो मे कभी आंसु ना आने देंगे
आओगे तुम फिर न जाने देंगे
गर जाओगे तो कसम हमारी दे देंगे
हर पल को यादगार बना देंगे
कभी तुम्हे वोह पल ना भुलने देंगे
प्यार में ऐसा तुजे रमा देंगे
जीन्दगीभर प्यार को कम न होने देंगे

'नीशीत जोशी'

ગુરુવાર, 21 મે, 2009

પ્રજાતંત્ર નો ચુકાદો

'પંજા' એ તો દેખાડ્યો કમાલ, જુઓ તો ભાઇ,
ખીલતુ ‘કમળ’ ગયુ કરમાય, જુઓ તો ભાઇ,
'જોડકા ફુલ' પણ બન્યા ચાહીતા,
'ડાબેરી'ઓના કર્યા બેહાલ, જુઓ તો ભાઇ,
'હાથી' પર કરી સવારી, કરવી'તી રાજધાની સર,
'સાયકલ' પણ ન પહોચી શકી, જુઓ તો ભાઇ,
'હળ' જોતતા ખેડુત ની પણ થઈ ધમાલ,
ગયુ ‘ફાનસ’ ઠરી, થયુ ફારસ, જુઓ તો ભાઇ,
દોડ્યા સૌ, ન કૌતુક ચાલ્યુ કોઇનુ, નિશિત,
પ્રજાતંત્ર નો થયો ચુકાદો , જુઓ તો ભાઇ

નીશીત જોશી

બુધવાર, 20 મે, 2009

સવાર તમારી…. દિન તમારો…. રાત તમારી….


સવાર તમારી…. દિન તમારો…. રાત તમારી….
પણ તમે મારા….
કળી તમારી…. ફુલો તમારા….. સુગંધ તમારી….
પણ બાગ મારા….
મહેફીલ તમારી…. પરવાના તમારા…. શમા તમારી….
પણ કાવ્ય મારા….
મુશ્કાન તમારી…. પ્રેમ તમારો…. ખુશી તમારી……
પણ હ્રદયમા તમે મારા….

'નીશીત જોશી'

મંગળવાર, 19 મે, 2009

પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે તમે છો સૌથી સુંદર
કર્યુ છે ઘણુ કામ
પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે છે હસ્તરેખાઓ બહુ સારી
છે લખેલા ઘણા લાભ
પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

માન્યુ કે પ્રેમ છે તમારો સારો
છે તેના જ ગુણગાન
પણ કદાચ મહેનત તમારી ઓછી નીકળી

નીશીત જોશી

રવિવાર, 17 મે, 2009

મહેફિલ



મહેફિલ તારી સજાવીયે અમે

નામની ગઝલો ગણગણાવીયે અમે

લઈને અમારા સરંનજામ ઓ નિશિત્

સુંદર સંગીત સંભળાવીયે અમે

ઉઠી ન જતા એ મહેફિલ પુરી થયે

તમારા માટે તો જીવન જીવીયે અમે

'નીશીત જોશી'

હશે આપના માટે એ ફુલ


હશે આપના માટે એ ફુલ
પણ એ મારી યાદ છે
હશે આપના માટે એ સુગંધ
પણ એ મારી મુશ્કાન છે
હશે આ દરીયો આપના માટે
પણ એ હ્રદયનુ ઉફાણ છે
હશે એ વરસાદ આપના માટે
એ આંખોથી વહેતુ નીર છે
હશે એ આભ આપના માટે
પણ નિશિત હ્રદય આ વીસાળ છે
હશે એ રાખનો ઢગલો આપના માટે
પણ એ જ તો મારૂ સ્થાન છે

'નીશીત જોશી'

શનિવાર, 16 મે, 2009

આવે જો વિતેલી ક્ષણો પાછી

માગીએ …..પણ વીતેલી ક્ષણો આવતી નથી પાછી
આપી પણ દેશે આપનાર તો કાઢીશુ જીદંગી એવીજ પાછી
કરીશુ વાદાખોદ હર સમય જેમ કરતા હતા
ઝગડીશુ પોતાઓ સાથે અને વિનવીશુ લઈલે આ ક્ષણો પાછી
બચપણ આપે પાછુ રમવાની આવતી મઝા
ભણવાનુ નામ પડ્યે કહી પડીશુ લઈલે આ ક્ષણો પાછી
વીતેલી ક્ષણોથી શીખાય છે ઘણુ બધુ જીવનમા
ઇતિહાસ રચવો હોય તો ન માગો આ ક્ષણો પાછી
વીતેલી ક્ષણોની યાદ છે તો નિશિત જીવાય છે જીદંગી
આવશે એ ક્ષણો તો ભુતકાળ બની રહશે જીદંગી પાછી

' નીશીત જોશી '

શુક્રવાર, 15 મે, 2009



કાન્હા તારી મોરલીના સુર મીઠા
અને રાધાના બોલ પણ મીઠા,
તુ નચાવે તા તા થૈયા
અને રાધા ગાય બાંકે કનૈયા,
વૃદાવનમા તુ રાસ રચૈયા
અને રાધા જમના તટે થાય ભાનભુલૈયા

નીશીત જોશી

ગુરુવાર, 14 મે, 2009

જમાનો તે કેવો આવ્યો ભાઇ

જમાનો તે કેવો આવ્યો ભાઇ
જોઇએ છીયે બધુ તૈયાર ભાઇ
જન્મ આપવા જોઇએ ટેસ્ટ ટ્યુબ નો સહારો
આપી જન્મ, પાળવા, આયા/નર્સ જોઇએ તૈયાર ભાઇ
સ્કુલ મોંકલે સ્કુલબસ ના ભરોશે
ભણાવવા માટે ટીચરો જોઇએ તૈયાર ભાઇ
નથી કરવુ વધારે કોઇ કામ
જોઇએ વધુ આવક તૈયાર ભાઇ
પરણવુ છે મનગમતા પાત્ર સાથે
નથી ફરવા ફેરા જોઇએ કોર્ટ તૈયાર ભાઇ
ઉમર છુપાવવા કલપ નો જોઇએ સહારો
વાંધો નહી ઘરડા થયા,ઘરડાઘર જોઇએ તૈયાર ભાઇ
મૃત્યુ નથી અટકતુ કોઇના કીધે
નનામી માટે જોઇએ બાંધવાવાળા તૈયાર ભાઇ
રડવુ પડે ન આવડે રડતા પણ
રડવા માટે રુદાલી જોઇએ તૈયાર ભાઇ
વાહ રે 'નિશિત' વાહ આ જમાનો
અહી તો હવે જોઇએ બધુ તૈયાર ભાઇ.......

'નીશીત જોશી'

બુધવાર, 13 મે, 2009

શીખી લો




પ્રેમ જો કરવો છે તો
સમર્પણ થતા શીખી લો
સમર્પણ જો થવુ છે તો
સહન કરતા શીખી લો
સહન જો કરવુ છે તો
હસતા શીખી લો

'નીશીત જોશી'

મંગળવાર, 12 મે, 2009

તમે


બંધ કરીયે આંખો, સામે દેખાઓ છો તમે,
ખોલીયે જો આંખો, સંતાય જાઓ છો તમે,
હવે થઈ બહુ આ સંતાકુકડીની રમત શ્યામ,
એકવાર તો પ્રત્યક્ષ આવી દર્શન આપો તમે,
થશે બંધ આંખો જ્યારે હંમેશ માટે અમારી નિશિત,
ત્યારે જ આવશો શું તમારો પ્રેમ જતાવવા તમે...
'નીશીત જોશી'

સોમવાર, 11 મે, 2009

भुलते हम नही और याद उसे हम आते नही
लेकीन करीश्मा- ए- कुदरत देखो
उदास होत है वोह और आंसु हमारे रुकते नही

नीशीत जोशी

રવિવાર, 10 મે, 2009

अब कुछ दिन और,अब परिणाम का ईन्तजार है

किया जो जुठा वादा, रखना अधुरा सब वादा है,
मीलेंगे पांच साल बाद,करना फिरसे कोइ वादा है,
कि हे जो वाहवाही फिर से बढाचडा कर दोहराने आना है,
आप बुलाये न बुलाये हमे तो आपके पास आना है,
यह पाच साल नही सुनेंगे आपकी बात जीताया जो हमको है,
नही करेंगे आपका काम,कीमत देकर भी भुगतना आपको है,
खर्च किया है बहोत अब वापस रकम कमानी है,
दोस्तो यह स्वयंसेवा ही हमारी जनसेवा कहेलवानी है,
जनसेवा के नाम पर खुर्शी हमे हथीयानी है,
राजनीती के नाम पर दुकानदारी हमारी चलानी है ।
'नीशीत जोशी'

મિત્રોની મિત્રતાએ બચાવી રાખ્યો છે ,
બીજાઓ એ તો હચમચાવી નાખ્યો છે
પ્રેમમા પડ્યો ત્યારે નહતી ખબર મને ,
આંખોના નીરદરીયામા ડુબાવી નાખ્યો છે
વાતો કરતા કરતા હોઠો કાંપે મારા ,
ચુપ કરી મૌનમા ગુંગો બનાવી નાખ્યો છે
સંતાકુકડી જીવનની રમવા બેઠા ,
રમતની બાજી બગાડી હરાવી નાખ્યો છે
દર્શનની અભીલાશા વ્યર્થ છે ,
યાદો સાથે હ્રદયમા ઉતારી નાખ્યો છે
કહુ કોને આ વ્યથા ઓ નિશિત ,
આજે પણ નામનો દિવો પ્રગટાવી નાખ્યો છે

♫♥ નીશીત જોશી ♥♫

શનિવાર, 9 મે, 2009

માતૃ દેવો ભવઃ

જન્મ આપ્યો જેમણે અને લાવ્યા આપણને આ દુનીયામા
કેમ ભુલાય તેમને આપણાથી આજના દીને આ દુનીયામા
વેઠ્યુ હશે કેટલુક દુઃખ આપવાને આપણને આ જન્મ
ભગવાન પાસે પણ ફેલાવ્યો હશે છેડો તેણે આ દુનીયામા
લોહી પીવડાવી કર્યા છે મોટા તેમણે આપણને
ઋણ નહી ઉતારી શકીયે તેનુ ક્યારેય આ દુનીયામા
કર્યા હશે ઘણા ખેલ તેની સાથે આપણે
ભુલી બધુ બધી જીદો કરી છે પુરી આપણી આ દુનીયામા
ન ભુલતા તેમને ક્યારેય ઓ નિશિત
આંગળી પકડી શિખવ્યુ છે ચાલતા તેમણે આ દુનીયામા
"નીશીત જોશી"

ગુરુવાર, 7 મે, 2009




કોઇ ફુલો તો સજાવાય છે શૈયા પર તો કોઇ કબર પર મુકાય છે
કોઇ ફુલો ચડે છે ભગવાન ના શિરે તો કોઇ ખરીને કચડાય છે
પાણી તો સીંચેલુ માળીએ જતનથી જ નિશિત
પણ ફુલો ના પણ જુઓ કેવા કેવા લેખ લખાય છે........

નીશીત જોશી

ખીલતાને તો ખીલવાની મઝા હોય જ છે



ખીલતાને તો ખીલવાની મઝા હોય જ છે,
પણ કરમાયને ખીલવાની મઝા અનેરી હોય છે
ઝાડ પર ફળ બની લટકવાની તો મઝા હોય જ છે
પણ ખરીને ફરી વૃક્ષ બનવાની મઝા અનેરી હોય છે
જીવન સુખમય જીવવાની તો મઝા હોય જ છે નિશિત
પણ દુઃખમા સુખમય જીવન જીવવાની મઝા અનેરી હોય છે
નીશીત જોશી

બુધવાર, 6 મે, 2009

"એ ખોળાનો ખુંદનાર તારો"

શા માટે માગે છે? એ ખોળાનો ખુંદનાર તારો
શું કરશે ન્યાલ? એ ખોળાનો ખુંદનાર તારો
પાળી પોસી - ભણાવી ગણાવી કરીશ મોટો
શું છે વિશ્વાસ?કરશે પુરી અભિલાષાએ ખોળાનો ખુંદનાર તારો
દુઃખ થશે -યાદ આવશે રાતના ઉજાગરા તારા
મોકલશે જો વૃધાશ્રમમા એ ખોળાનો ખુંદનાર તારો
નહી હોય એવા બધા સરખા એમા પણ હશે અપવાદ
જે છે, તે પણ આપશે એટલો જ પ્રેમ જેવો એ ખોળાનો ખુંદનાર તારો
હા, એટલુ તો જરૂર છે, નિશિત, છેલ્લી શૈયા પર સુવડાવી
ચાંપસે આગ ચોક્કસ એ ખોળાનો ખુંદનાર તારો

'નીશીત જોશી'

મંગળવાર, 5 મે, 2009

કરવુ સાચુ પણ આજ હવે ગમતુ નથી


કરવુ સાચુ પણ આજ હવે ગમતુ નથી
અને આજ તો સત્ય પણ વાહલુ લાગતુ નથી
કરે છે હીર-રાંઝાની અવારનવાર વાતો લોકો,
પણ એ પ્રણયફુલ હ્રદયમા ખીલતુ નથી,
મૃત્યુ છે છેલ્લી મંજીલ આ જીન્દગીની,
પણ લોકોને આ સત્ય સમજાતુ નથી,
કરે છે ખોટા કર્મો લોકો આજ નિશિત,
સતકર્મ કરીને પરલોક સુધારતુ નથી .
'નીશીત જોશી'
कदम बढाते जाओ हमकदम आपके साथ है,
तलाश है जिनकी वोह हमसफर आपके साथ है ।
न रोक पाए कोइ सफरमे आपको 'निशित',
गुमसुदा मंजीलमे राहदार आपके साथ है ।

'नीशीत जोशी'

શનિવાર, 2 મે, 2009

मेरे 'मोहन'का जवाब ना आया




आयना टुटा तो आवाज आया,
दिल टुटने का आवाज न आया,
शमा जलती रह गयी मगर
बावजुत ईन्तजार परवाना न आया,
पुछता रहा हर मंदिर मंदिर निशित
पर मेरे 'मोहन'का जवाब ना आया

नीशीत जोशी

શુક્રવાર, 1 મે, 2009

પ્રિય નેટમિત્રો માટે ખાસ

પાડી છે આજકાલ બીજાની નકલ કરવાની પ્રથા

પાડી છે કોઇની રચનાઓની ઐસીતૈસી કરવાની પ્રથા

પ્રેમથી સમજાવે છે અહી તેઓને બધા પણ

પાડી છે કોઇની વાત કાનોમા ન સાંભળવાની પ્રથા

ન કરો કહીયે છતા પણ કર્યે રાખે બેશરમો

પાડી છે વગર મહેનતે પોતાની રચના કહેવાની પ્રથા

સાવધાન ,આવા મિત્રોથી સૌ રહેજો દુર

પાડી છે આ પાછળથી વાર કરવાની પ્રથા

નથી આ રોસ પણ આવે છે ઘણી દયા

પાડી છે કેમ આવી આ ઉઠંતરી કરવાની પ્રથા

સમજી જાઓ હજી પણ છે સમય બાકી

પાડી છે શું આ રીતે જ અપમાન થવાની પ્રથા

ન હોય હ્રદયથી કાગળ પર ઉતારવા જેવુ કંઇ

પાડી લો રચનાના રચૈતાનુ નામ લખવાની પ્રથા

ન ફેરવો પાણી કોઇની મહેનત પર કહે નિશિત

પાડી છે કેમ ફક્ત આવુ કરી બદનામ થવાની પ્રથા

'નીશીત જોશી'