
શીખવ્યુ પકડીને આંગળી રાહ ચાલતા,
સમયે સાથ આપજે મુજને રાહ ચાલતા,
ભાણાવીને સામર્થ બનાવવાની છે ફરજ,
ગણીને ન ભુલજે સાથોસાથ રાહ ચાલતા,
પર સેવા ધરમ બનાવજે તુજનો જગમા,
ન મુકતો જરુરતમંદોને એમ રાહ ચાલતા,
કરજે સેવા ધરડાઓની મળશે આશીર્વાદ,
કળયુગી પ્રદ્યુશણ ભુલજે તુજ રાહ ચાલતા,
હિસાબ રાખે છે ચિત્રગુપ્ત ઉપરના માળે,
ન કરજે ગૉટાળા જીવનમા રાહ ચાલતા,
બાપ છુ તારો શીખામણ તો આપી જ શકુ,
માનશે તો કંટક થશે સરળ રાહ, ચાલતા.
નીશીત જોશી 19.06.11