
વરસો આજ વરસાદ બની,
કાન્હાનો જન્મદિન છે વળી,
ખાવ ખવડાવો માલમલીદા,
કાન્હાનો જન્મદિન છે વળી,
રમો રાસ થઇ આનંદવિભોર,
કાન્હાનો જન્મદિન છે વળી,
જ્યાં છો સમજો ગોકુળમથુરા,
કાન્હાનો જન્મદિન છે વળી,
મનડાને બનાવો વનરાવન,
કાન્હાનો જન્મદિન છે વળી,
તરબોળ થઇ વહેચો પ્રેમ સૌને,
કાન્હાનો જન્મદિન છે વળી,
લાલાની કરો જય ધોશ વળી,
કાન્હાનો જન્મદિન છે વળી.
નીશીત જોશી 22.08.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો