
તુ છે ને તુજનો જ આધાર છે,
છુ તેમાં તુજનો જ આભાર છે,
શું છે આ દુનિયા ને છે કેવી ?
ખબર એ તુજનો જ આકાર છે,
કર્યે રાખ્યે ખરૂ ખોટુ ઘણુ અહીં,
નામ ફક્ત તુજનુ જ સાકાર છે,
હ્રદયે આવે ઘણા વિસરાય પણ,
આ હ્રદયે તુજનો જ આવકાર છે,
બહુ જન્મ લીધા તે જગત જાણે,
આકરમા તુજનો જ નીરાકાર છે.
નીશીત જોશી 23.08.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો