શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011

કેમ કરીને માનશે


કેમ કરીને માનશે અમે તડપતા હતા,
શું પ્રેમ કરી તુજને અમે કનડતા હતા,

જતા રહીશું એક'દી આ જગથી ત્યારે,
કહેશે તુજને જ જાણવા જજુમતા હતા,

આપેલા હ્રદયને સમજ્યા એક રમકડુ,
અરિસાની છાયાને ક્યાં ઓળખતા હતા,

પ્રભાવીત થયેલા જોઇ ચંન્દ્રની રોશની,
જુગનુઓના ચમકારને વખોડતા હતા,

જીવવાની ઇચ્છા હતી રોજીંદી બાબત,
પણ મૃત્યની તૈયારી માટે ભટકતા હતા,

શુન્ય-ચોકડી ખેલ રમતા ભુલ્યા ગણીત,
કરેલા પ્રેમના ફરમાનને ભુલાવતા હતા,

વહેતા અમ અશ્રુ કોઇપણ જોઇ ન જાય,
એટલે જ વરસાદમાં અમે પલળતા હતા.

નીશીત જોશી 01.09.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો