સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011

હવે ચલો લખતા હતા તેનાથી સારુ લખાશે


હવે ચલો લખતા હતા તેનાથી સારુ લખાશે,
હવે કલમમાં સાહી નહી પણ રુધીર વપરાશે,

લાગણીના વહેણમાં વહી લખી નાખતા નામ,
હવે નામની ધેલછામાં પોતાના નામ ભુસાશે,

સમણા તણી મહેફીલમાં શમા સંગ ખાક થયા,
હવે પ્રેમના સોદાગરોના મહેફિલે નાક ઘવાશે,

પ્રેમને પામવા કરી છુટ્યા હતા ઘણુ ખુલેઆમ,
હવે હર ગલીના નાકે પ્રેમીના પાળીયા મુકાસે,

ગુમાન હતો યુવાની હતી ભુલી ગયા ચાર'દી,
હવે પસ્તાય શું?એ યુવાની યાદોમાં જ સજાશે,

પ્રેમને માન્યો સંગ્રામ માની બેઠા પોતે સીકંદર,
હવે જનાજે સીકંદરના બન્ને ખાલી હાથ દેખાશે,

કિતાબોની વચ્ચે સાંચવી રાખી યાદ અમાનતી,
હવે કરમાયેલા ફુલો પર પણ નામાંકન કરાશે.

નીશીત જોશી 12.09.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો