રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

ઘાવો


થાબળી થાબળીને જેને અમે સુવડાવતા હતા,
તે ખાધેલા ઘાવો અમને હમેંશા જગાડતા હતા,

ભરાતા નથી આ બધા ઘાવો કોઇજ મલ્હમથી,
રૂઝાયા પહેલા નવા તીર ઘાયલ કરાવતા હતા,

નવા નવા આવતા ઘાવોની શું હવે થાય અસર,
જુના આ બધા ઘાવો જ સાંચવી સંભાળતા હતા,

અમાસની અંધારી રાતને પણ બનાવી પુનમની,
જગાડી અમને સપના રાતો રાત બગાડતા હતા,

પોતે તો ઠર્યા નહી અને રહ્યા અમે પણ જલતા,
ઠરી ગયેલા એ દિવામાં પણ તેલ હોમાવતા હતા.

નીશીત જોશી 21.09.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો