
હવે દોસ્તી કેમ નીભાવાય છે?
મુજ દુશ્મનોથી શીખાવાય છે,
વરસાદમાં નહાતા રહે લોકો,
ઉંડાણ દરિયાનુ મપાવાય છે,
મહેફિલોમા વેડફાય છે વિજ,
કોઇના ફાનસ ઓલાવાય છે,
કામ કરે છે ખોટા દિવસરાત,
નામે તેના તાલી વગાડાય છે,
શાને ડરીએ જીન્દગીથી બોલો?
મૃત્યુ જસ્ન રોજ મનાવાય છે,
કબર પણ નથી રહી સલામત,
બારણા તેના પણ ખોલાવાય છે,
સપના નીકળ્યા છે દિવસે આજ,
રાત્રે ઉજાગરાઓને બોલાવાય છે.
નીશીત જોશી 23.09.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો