સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011

તો સમજજે નથી હું


આ કલમની સાહી ખુટે તો સમજજે નથી હું,
આ વૃક્ષોની ડાળી પડે તો સમજજે નથી હું,

રહુ હ્રદય માહી ઝાંકી જો કરી નજર નીચી,
હ્રદય જો સમસમી ઉઠે તો સમજજે નથી હું,

બાગોના મહેકતા ફુલોની સુગંધ બની પ્રસરુ,
ફુલો સુગંધ સ્વની ભુલે તો સમજજે નથી હું,

સુરજની પહેલી કિરણ ઉગે 'ને થાય સવાર,
પ્રભાતનો એ પ્રહર ફરે તો સમજજે નથી હું,

શરીર ભલે બનાવ્યા અલગ અલગ સૌના,
રુધીરના રંગરૂપ બદલે તો સમજજે નથી હું.

નીશીત જોશી 15.09.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો