સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011

જીંદગી


ક્યારેક સવાર તો ક્યારેક સાંજ છે જીંદગી,
મધુર સરગમથી સજ્જીત સાજ છે જીંદગી,

જીવનને ન વેડફો જેમતેમઅહીંત્યાં ભાટકી,
કાલ ન પડે ક્યારેય બસ આજ છે જીંદગી,

સવાલ સંગ ઉત્તર પણ હોય છે સફરમાંહી,
ઉત્તરમાં જીવાય જવાનો અવાજ છે જીંદગી,

મસગુલ છે લોકો વ્યર્થ કામોની ભાંજગળમા,
વ્યથીત જીવવાની પ્રક્રિયાથી બાજ છે જીંદગી,

મહાન તરવૈયા પણ ડુબતા જોયા દરિયામાં,
તણખલા સહારે પાર કરાવતુ કાજ છે જીંદગી.

નીશીત જોશી 18.09.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો