
સુરજે સાંજની સાથે સોદા કરી રાખ્યા છે,
સાંજની પાછળ પડછાયા કરી રાખ્યા છે,
પુરા કરવાની જીદ લઇને બેઠા'તા પાછા,
સમજાવી સ્વપ્ન અજાણ્યા કરી રાખ્યા છે,
દરેક મુજ સપનામાં તેમનો થઇ જાવ છુ,
જાદુ એવા તો તેણે કેટલા કરી રાખ્યા છે,
એવા એકાંતમાં યાદોની વિરહ વેદના સહ,
અમે ઘણા હાસ્યોને હસતા કરી રાખ્યા છે,
જે હોય હવે આ તસ્વીર બદલવી છે મારે,
પોતાની સંગ આજે વાયદા કરી રાખ્યા છે.
નીશીત જોશી 11.09.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો