
મળવાને ધરાને આભ વરસે છે,
દરિયાને મળવા નદી તરસે છે,
જાણીતુ અજાણ્યુ થતુ હોય ઘણુ,
પ્રેમના પ્રકરણમા રુધીર ધસે છે,
પ્રેમી ભટકતા રહે ભુલીને સઘળુ,
હ્રદયમાં પ્રેમીની જ છબી વસે છે,
ચાંદતારા તોડી લાવાની ભાવના,
પ્રિયને પામવા પ્રેમી કમર કસે છે,
રીસાય પણ જાય થતા કોઇ ક્ષોભ,
એ પાછા એકબીજાને માફી બક્ષે છે,
હોય તો છે ઘણી સમસ્યા જીવનમાં,
નથી જાણતા હોઠો એટલે એ હસે છે,
આવે વિરહ પણ તે સહે હસતે મોઢે,
હ્રદયદરિયાના પુર પણ ધસમસે છે.
નીશીત જોશી 06.09.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો