શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011
જાણી ન શક્યા
તડપ્યા તો ઘણા પણ તે માની ન શક્યા,
આ દિલના પ્રેમને તેઓ જાણી ન શક્યા,
એક'દી ચાલ્યા જશુ આ દુનિયાથી ત્યારે,
કહશે, પાછા આવો તમને જાણી ન શક્યા,
દિલ આપેલુ પણ તે સમજ્યા રમતીયાળ,
આયનામા પડછાયો જોઇ જાણી ન શક્યા,
ચંન્દ્રમાની રોશનીથી પ્રભાવીત હતા ઘણા,
જુગનુઓના ચમકારને તે જાણી ન શક્યા,
જીવવાની તિવ્રઇચ્છા તો રોજની હતી એવી,
પણ મ્રૂત્યુની તૈયારીને તેઓ જાણી ન શક્યા,
બાદબાકી કરતા કરતા ભુલી ગયા સરવાળા,
અમ પ્રેમના ફરમાનને તેઓ જાણી ન શક્યા,
પાણી અને આંસુથી રહ્યા જાણે અજાણ બની,
દરિયા અને નદીના પ્રેમને તે જાણી ન શક્યા.
નીશીત જોશી 28.08.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો