રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011
तेरे साथ मेराभी नाम
उनसे मीलनेसे एक सुरुर होता है,
सुबहका ख्व्वाब पुरा जरुर होता है,
सीख लिये थे प्यार करनेके तरिके,
न सीखाया बेवफाई कसुर होता है,
प्यारकी हर बात अटकी जुबान पर,
न बोलना कुछभी तो गुरुर होता है,
तसव्वुरमे ही सही महोब्बत करलो,
न कर सके वो इन्सां गभरु होता है,
यह प्यारकी राहे होती है कांटो सी,
खुन बहे हर कदम पे मंजुर होता है,
मीले जीसे, मील गयी बादसाहीयत,
इन नफरतोके बीचका हुजुर होता है,
प्यार करके इतना तो जान ही लिया,
तेरे साथ मेराभी नाम मशहुर होता है ।
नीशीत जोशी 24.09.11
સપના નીકળ્યા છે દિવસે
હવે દોસ્તી કેમ નીભાવાય છે?
મુજ દુશ્મનોથી શીખાવાય છે,
વરસાદમાં નહાતા રહે લોકો,
ઉંડાણ દરિયાનુ મપાવાય છે,
મહેફિલોમા વેડફાય છે વિજ,
કોઇના ફાનસ ઓલાવાય છે,
કામ કરે છે ખોટા દિવસરાત,
નામે તેના તાલી વગાડાય છે,
શાને ડરીએ જીન્દગીથી બોલો?
મૃત્યુ જસ્ન રોજ મનાવાય છે,
કબર પણ નથી રહી સલામત,
બારણા તેના પણ ખોલાવાય છે,
સપના નીકળ્યા છે દિવસે આજ,
રાત્રે ઉજાગરાઓને બોલાવાય છે.
નીશીત જોશી 23.09.11
मै खुदा
मै ऐसा कलंदर हुं जो हर सिकंदरको मात करदु,
न देखी न सोची हो कायनातमे वो करमात करदु,
मै वोह खुशनुमा हवा हुं, मै सभी बागोकी बहार हू,
अमावस्याकी कालीरातको पुर्णीमाके जज्बात भरदु,
जलजला हुं ऐसा समंन्दरभी हैरान हो जाये जोंकोसे,
ओसको बनाके नदी,समन्दरके संग ताल्लुकात करदु,
महोब्बत करनेवालोका खुदा,नबी इबादत करनेवालोका,
मै फरिस्ता बनके दिवानोके सिफारीसकी बात करदु,
मै खुदा,अब इन्सानीयतका एक ही मजहब रखना है,
मेरे बनाये हुए इस इन्सानको इन्सानकी जात करदु ।
नीशीत जोशी 22.09.11
न देखी न सोची हो कायनातमे वो करमात करदु,
मै वोह खुशनुमा हवा हुं, मै सभी बागोकी बहार हू,
अमावस्याकी कालीरातको पुर्णीमाके जज्बात भरदु,
जलजला हुं ऐसा समंन्दरभी हैरान हो जाये जोंकोसे,
ओसको बनाके नदी,समन्दरके संग ताल्लुकात करदु,
महोब्बत करनेवालोका खुदा,नबी इबादत करनेवालोका,
मै फरिस्ता बनके दिवानोके सिफारीसकी बात करदु,
मै खुदा,अब इन्सानीयतका एक ही मजहब रखना है,
मेरे बनाये हुए इस इन्सानको इन्सानकी जात करदु ।
नीशीत जोशी 22.09.11
ઘાવો
થાબળી થાબળીને જેને અમે સુવડાવતા હતા,
તે ખાધેલા ઘાવો અમને હમેંશા જગાડતા હતા,
ભરાતા નથી આ બધા ઘાવો કોઇજ મલ્હમથી,
રૂઝાયા પહેલા નવા તીર ઘાયલ કરાવતા હતા,
નવા નવા આવતા ઘાવોની શું હવે થાય અસર,
જુના આ બધા ઘાવો જ સાંચવી સંભાળતા હતા,
અમાસની અંધારી રાતને પણ બનાવી પુનમની,
જગાડી અમને સપના રાતો રાત બગાડતા હતા,
પોતે તો ઠર્યા નહી અને રહ્યા અમે પણ જલતા,
ઠરી ગયેલા એ દિવામાં પણ તેલ હોમાવતા હતા.
નીશીત જોશી 21.09.11
कभी तुम कभी तुम्हारी यादे
कभी तुम कभी तुम्हारी यादे खटकती है,
कभी तु कभी तुम्हारी पायल खनकती है,
आंखको बंध रख कहां तक बैठु बताओ तो,
सामने आके तु या तुम्हारी रुह मटकती है,
दिलको भी कभी समजाके चुप तो करा देते,
किससे कहे धडकन तेरे नामकी धडकती है,
दर पे खडे अभी राह नीहारती रहे ये आंखे,
दौडे पडे सुन आवाज जो कानोमे भनकती है,
मौसम बदल गये बसंतभी फिरसे आने लगी,
आनेकी खुशीमें कब्रकी मीट्टीभी सरकती है ।
नीशीत जोशी 20.09.11
એક પછી એક બધા દુર થઇ ગયા
એક પછી એક બધા દુર થઇ ગયા,
સામે જે હતા તે મજબુર થઇ ગયા,
જોતા હતા જેને રોજ સાથે અમારી,
તેઓ તબદીલે તસ્વીર થઇ ગયા,
કોની કોની વાતો યાદ કરી જણાવુ,
તેઓ વાર્તાઓથી મશહુર થઇ ગયા,
આંખો થાકતી નથી યાદોમાં રડીને,
અશ્રુ દરિયાના જાણે પુર થઇ ગયા,
સંઘરૂ ક્યાં સુધી હ્રદયે રાઝની વાતો,
નીકળશે તો કહશે મગરૂર થઇ ગયા,
એકલા બીચારા દિલને કરુ છુ હૈરાન,
યાદ સંઘરતા ખુણા ભરપુર થઇ ગયા.
નીશીત જોશી 19.09.11
સોમવાર, 19 સપ્ટેમ્બર, 2011
જીંદગી
ક્યારેક સવાર તો ક્યારેક સાંજ છે જીંદગી,
મધુર સરગમથી સજ્જીત સાજ છે જીંદગી,
જીવનને ન વેડફો જેમતેમઅહીંત્યાં ભાટકી,
કાલ ન પડે ક્યારેય બસ આજ છે જીંદગી,
સવાલ સંગ ઉત્તર પણ હોય છે સફરમાંહી,
ઉત્તરમાં જીવાય જવાનો અવાજ છે જીંદગી,
મસગુલ છે લોકો વ્યર્થ કામોની ભાંજગળમા,
વ્યથીત જીવવાની પ્રક્રિયાથી બાજ છે જીંદગી,
મહાન તરવૈયા પણ ડુબતા જોયા દરિયામાં,
તણખલા સહારે પાર કરાવતુ કાજ છે જીંદગી.
નીશીત જોશી 18.09.11
इश्क करनेकी सजा
तुजसे इश्क करनेकी सजा पाली हमने,
ये दिल पे अनगीनत चोट खाली हमने,
तीर चलानेका शीलशीला देर तक चला,
हर नीशानेको सीनेपे लेनेकी ठानी हमने,
थक तो गये थे उनके हाथ बहोत फिरभी,
मुश्कील थी रुक जानेकी बात जानी हमने,
आंखो मे नमी तो उनको भी आयी होगी,
बादलोको कहके बरसात रोक डाली हमने,
अब सुना है घाव पे मल्हम लगाने आयेंगे,
नासूरका इलाज होगा यह बात मानी हमने,
उन कांटॉके चुभने का दर्द अब भुल जायेंगे,
हाथोमें आये गुलाबकी रुहको पहेचानी हमने ।
नीशीत जोशी 17.09.11
तेरा ही नाम
महोब्बत पर आज फिर इल्जाम आया,
दिल तुटने पे आज तेरा ही नाम आया,
मजबुर न हम थे, न वो जो थे हमराज,
दोस्तोका पिठपर खंजरसे इनाम आया,
संभाला हुआ था हमने अमानत समज,
अच्छा है तुटा दिल किसीके काम आया,
अब टुकडोमें जीनेकी आदतसी हो गयी,
जीन्दगीको युं विरानगीका सलाम आया,
बदनाम करते है लोग कहके मुजे पागल,
बदनामीके पीछे नाम तेरा तमाम आया ।
नीशीत जोशी 16.09.11
તો સમજજે નથી હું
આ કલમની સાહી ખુટે તો સમજજે નથી હું,
આ વૃક્ષોની ડાળી પડે તો સમજજે નથી હું,
રહુ હ્રદય માહી ઝાંકી જો કરી નજર નીચી,
હ્રદય જો સમસમી ઉઠે તો સમજજે નથી હું,
બાગોના મહેકતા ફુલોની સુગંધ બની પ્રસરુ,
ફુલો સુગંધ સ્વની ભુલે તો સમજજે નથી હું,
સુરજની પહેલી કિરણ ઉગે 'ને થાય સવાર,
પ્રભાતનો એ પ્રહર ફરે તો સમજજે નથી હું,
શરીર ભલે બનાવ્યા અલગ અલગ સૌના,
રુધીરના રંગરૂપ બદલે તો સમજજે નથી હું.
નીશીત જોશી 15.09.11
હવે ચલો લખતા હતા તેનાથી સારુ લખાશે
હવે ચલો લખતા હતા તેનાથી સારુ લખાશે,
હવે કલમમાં સાહી નહી પણ રુધીર વપરાશે,
લાગણીના વહેણમાં વહી લખી નાખતા નામ,
હવે નામની ધેલછામાં પોતાના નામ ભુસાશે,
સમણા તણી મહેફીલમાં શમા સંગ ખાક થયા,
હવે પ્રેમના સોદાગરોના મહેફિલે નાક ઘવાશે,
પ્રેમને પામવા કરી છુટ્યા હતા ઘણુ ખુલેઆમ,
હવે હર ગલીના નાકે પ્રેમીના પાળીયા મુકાસે,
ગુમાન હતો યુવાની હતી ભુલી ગયા ચાર'દી,
હવે પસ્તાય શું?એ યુવાની યાદોમાં જ સજાશે,
પ્રેમને માન્યો સંગ્રામ માની બેઠા પોતે સીકંદર,
હવે જનાજે સીકંદરના બન્ને ખાલી હાથ દેખાશે,
કિતાબોની વચ્ચે સાંચવી રાખી યાદ અમાનતી,
હવે કરમાયેલા ફુલો પર પણ નામાંકન કરાશે.
નીશીત જોશી 12.09.11
સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011
કરી રાખ્યા છે
સુરજે સાંજની સાથે સોદા કરી રાખ્યા છે,
સાંજની પાછળ પડછાયા કરી રાખ્યા છે,
પુરા કરવાની જીદ લઇને બેઠા'તા પાછા,
સમજાવી સ્વપ્ન અજાણ્યા કરી રાખ્યા છે,
દરેક મુજ સપનામાં તેમનો થઇ જાવ છુ,
જાદુ એવા તો તેણે કેટલા કરી રાખ્યા છે,
એવા એકાંતમાં યાદોની વિરહ વેદના સહ,
અમે ઘણા હાસ્યોને હસતા કરી રાખ્યા છે,
જે હોય હવે આ તસ્વીર બદલવી છે મારે,
પોતાની સંગ આજે વાયદા કરી રાખ્યા છે.
નીશીત જોશી 11.09.11
कभी तुमभी तो
कभी तुमभी तो मेरे बारेमे सोचते होंगे,
कभी हमभी तो तेरे ख्वाबमे बसते होंगे,
लाख छुपाओ छुपा न पाओगे यह प्यार,
कभी हमभी तो उन आंखोमे रहते होंगे,
अश्ककी लहरे जब दौडती होगी नयनोसे,
कभी उन अश्कोसे हमभी तो बहते होंगे,
पतजड जानेसे खीलते है बागोमे वो फुल,
कभी तुमभी तो वसंतमें फुल बनते होंगे,
माना दोनो किनारे न मिल पाते है कभी,
कभी तन्हाईमें दिल ढुंढने भटकते होंगे,
दुरी सही, फिरभी प्यार बरकरार रखा है,
कभी तुमभी नजदीया पाने तरसते होंगे ।
नीशीत जोशी 10.09.11
જોઇએ
ભરોશે જીવનને રાખીને જોઇએ,
થોડા દિવસ તો જીવીને જોઇએ,
પાછલા જનમથી ઘાયલ છે ઉંઘ,
સપનામાં પાછા જન્મીને જોઇએ,
આ અંધારાની પાછળની બાજુએ,
મોટા કાફલાની રોશનીને જોઇએ,
લાગે છે આ તડકો આકરો ઘણો,
છાયડાના ઘાવોને સીવીને જોઇએ,
થાકતી નથી આંખો નીહાળતા વાટ,
પાછા ફરવાની રાહ રાખીને જોઇએ,
તરસ છીપાય નહી આ વરસાદથી,
છીપાવા આ તરસ ઝેર પીને જોઇએ.
નીશીત જોશી 08.09.11
થોડા દિવસ તો જીવીને જોઇએ,
પાછલા જનમથી ઘાયલ છે ઉંઘ,
સપનામાં પાછા જન્મીને જોઇએ,
આ અંધારાની પાછળની બાજુએ,
મોટા કાફલાની રોશનીને જોઇએ,
લાગે છે આ તડકો આકરો ઘણો,
છાયડાના ઘાવોને સીવીને જોઇએ,
થાકતી નથી આંખો નીહાળતા વાટ,
પાછા ફરવાની રાહ રાખીને જોઇએ,
તરસ છીપાય નહી આ વરસાદથી,
છીપાવા આ તરસ ઝેર પીને જોઇએ.
નીશીત જોશી 08.09.11
छु लेते है तो
પ્રેમ
મળવાને ધરાને આભ વરસે છે,
દરિયાને મળવા નદી તરસે છે,
જાણીતુ અજાણ્યુ થતુ હોય ઘણુ,
પ્રેમના પ્રકરણમા રુધીર ધસે છે,
પ્રેમી ભટકતા રહે ભુલીને સઘળુ,
હ્રદયમાં પ્રેમીની જ છબી વસે છે,
ચાંદતારા તોડી લાવાની ભાવના,
પ્રિયને પામવા પ્રેમી કમર કસે છે,
રીસાય પણ જાય થતા કોઇ ક્ષોભ,
એ પાછા એકબીજાને માફી બક્ષે છે,
હોય તો છે ઘણી સમસ્યા જીવનમાં,
નથી જાણતા હોઠો એટલે એ હસે છે,
આવે વિરહ પણ તે સહે હસતે મોઢે,
હ્રદયદરિયાના પુર પણ ધસમસે છે.
નીશીત જોશી 06.09.11
दिल
दिलका दस्तावेज सबको पढाया नही जाता,
जीसके लिये है उसेभी समजाया नही जाता,
कलमने चाहे लिखा हो कोरे कागजपे कुछभी,
दिलपे पडी छापको कभी मीटाया नही जाता,
सिर्फ पंख लग जाये फिरभी उड नही सकता,
हौसलोसे उडनेवालोको युंही गीराया नही जाता,
कहां साथ निभाता है हुस्नभी जीवनभर यंहा,
गुरुर करनेवालोको आयना दिखाया नही जाता,
हसीन पल तब है जब रोनामुश्कुराना साथ चले,
बाकी हरबार कभी रोतेरोते मुश्कुराया नही जाता,
कोइ गीला न हो नाही कोइ शीकवा प्रियतमसे,
हारमे भी जीत माननेवालोको हराया नही जाता,
हालेदिल सुनाके होगा कुछ नही इस कायनातमे,
जीसके लिये धडका दिल उनसे छुपाया नही जाता ।
नीशीत जोशी 05.09.11
किया करते है
कभी बंदगी तो कभी दुआ किया करते है,
बस इसी तरहा उन्हे याद किया करते है,
गहरी नींदमें सपने भी आते रहते गहरे,
सपनेमें सपनोको पुरा कर लिया करते है,
नशा उतरता नही महोब्बत करनेके बाद,
आदतसी बन गयी प्यारको पीया करते है,
महेफिल गमगीन बने न आने से उसके,
खामोशीया उनकी ही गझल बया करते है,
उनके दिलमें छोटासा चीराग जला पाये थे,
अब तो रोज सुरजको दुआमे लाया करते है,
दिल चुराया और सपनेभी चुरा कर ले चले,
हम फकिरीमे उन्हीका वास्ता दिया करते है,
यादोकी तरहा मीलने भी वोह आयेंगे जरुर,
फुसलाके दिलको युंही समजा लिया करते है ।
नीशीत जोशी 04.09.11
શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011
वोह याद आते है
ऐसी तन्हाईमे वोह याद अक्सर आते है,
भुलना चाहते है उसे, याद मगर आते है,
दिलभी ऐसा गद्दार हमारा क्या कहे उसे,
बसेरा दे उन्हीकी याद बारबार दिलाते है,
लौट आनेकी गुजारीस बहोत कर के देखी,
पर कायनातके आके सीतमगर बहलाते है,
फरिस्ते भी अब मुश्कुराने लगे है मझारपे,
कैसा दिल देखो किसको पहरेदार बनाते है,
भरी थी बहोत उची उडान उसीके भरोषे पर,
हौसलाभी अब कोई रहमतगर दिखाते है,
वादा फरोस्त नही थे फिरभी बनाया उसने,
यकिन वास्ते उसे आयनाका दिदार कराते है |
नीशीत जोशी 03.09.11
દિલના દસ્તાવેજમાં
દિલના દસ્તાવેજમાં લખેલુ સૌને વંચાવાતુ નથી,
જેને માટેનો છે તેને પણ વધારે સમજાવાતુ નથી,
લખાણ હોય લાંબુ લચક 'ને અક્ષર પણ અજાણ્યા,
હર શબ્દોનુ વજન જગના હિસાબે ઘટાડાતુ નથી,
અઢી અક્ષર કહેવા કરતા હોય લખવા બહુ સહેલા,
લખાણ કોના માટેનુ એ લખ્યુ સૌને જણાવાતુ નથી,
માળાને ડાળથી ઉખાડવાના મનસુબા કદાચ હોય,
પણ પ્રેમપંખીડાના હ્રદયથી પ્રેમઘર ઉખાડાતુ નથી,
સફરના રસ્તાથી અજાણ્યા છતા રહે છે ચાલતા જ,
હમસફર બનાવી સૌને પથરાળ પથે ચલાવાતુ નથી,
અંતરની આ ઉર્મીને સાંચવી કેટલો વખત સંઘરવી,
ઋણાનુબંધન બધા સંગ એક રીતે જ જળાવાતુ નથી,
ઘણા હોય છે ભુલકણા 'ને ઘણા રમીને ભુલી જનારા,
હર ભુલકાઓને તેનુ પ્રેમ પ્રકરણ યાદ કરાવાતુ નથી.
નીશીત જોશી 02.09.11
કેમ કરીને માનશે
કેમ કરીને માનશે અમે તડપતા હતા,
શું પ્રેમ કરી તુજને અમે કનડતા હતા,
જતા રહીશું એક'દી આ જગથી ત્યારે,
કહેશે તુજને જ જાણવા જજુમતા હતા,
આપેલા હ્રદયને સમજ્યા એક રમકડુ,
અરિસાની છાયાને ક્યાં ઓળખતા હતા,
પ્રભાવીત થયેલા જોઇ ચંન્દ્રની રોશની,
જુગનુઓના ચમકારને વખોડતા હતા,
જીવવાની ઇચ્છા હતી રોજીંદી બાબત,
પણ મૃત્યની તૈયારી માટે ભટકતા હતા,
શુન્ય-ચોકડી ખેલ રમતા ભુલ્યા ગણીત,
કરેલા પ્રેમના ફરમાનને ભુલાવતા હતા,
વહેતા અમ અશ્રુ કોઇપણ જોઇ ન જાય,
એટલે જ વરસાદમાં અમે પલળતા હતા.
નીશીત જોશી 01.09.11
જાણી ન શક્યા
તડપ્યા તો ઘણા પણ તે માની ન શક્યા,
આ દિલના પ્રેમને તેઓ જાણી ન શક્યા,
એક'દી ચાલ્યા જશુ આ દુનિયાથી ત્યારે,
કહશે, પાછા આવો તમને જાણી ન શક્યા,
દિલ આપેલુ પણ તે સમજ્યા રમતીયાળ,
આયનામા પડછાયો જોઇ જાણી ન શક્યા,
ચંન્દ્રમાની રોશનીથી પ્રભાવીત હતા ઘણા,
જુગનુઓના ચમકારને તે જાણી ન શક્યા,
જીવવાની તિવ્રઇચ્છા તો રોજની હતી એવી,
પણ મ્રૂત્યુની તૈયારીને તેઓ જાણી ન શક્યા,
બાદબાકી કરતા કરતા ભુલી ગયા સરવાળા,
અમ પ્રેમના ફરમાનને તેઓ જાણી ન શક્યા,
પાણી અને આંસુથી રહ્યા જાણે અજાણ બની,
દરિયા અને નદીના પ્રેમને તે જાણી ન શક્યા.
નીશીત જોશી 28.08.11
કોના માટે ઉભા છો?
નથી રહ્યો હવે સમય કોના માટે ઉભા છો?
નહી પાછો ફરે સમય કોના માટે ઉભા છો?
કરવુ છે જે,કરો અત્યારે વગર જોયે રાહ,
ભરમાવ્યા કરે સમય, કોના માટે ઉભા છો?
બને કે બોલતા ન પણ આવડે બહુ સરસ,
વાણીથી શું ડરે સમય, કોના માટે ઉભા છો?
કોઇ સાથ દે ન દે પણ છે ને સંગ સ્વ-સાથ,
એકલો જ ચરે સમય, કોના માટે ઉભા છો?
લખવી છે જો ગઝલ, ચલાવો કલમ હાલ,
કલમ નહી હરે સમય, કોના માટે ઉભા છો?
ભારે, અધિરીયા! કહી કદાચને પજવે પણ,
કરનારને જ વરે સમય, કોના માટે ઉભા છો?
પોતાના જેને કહ્યા'તા ક્દાચને હોય ઘણા દુર,
ફરતા જ તો ફરે સમય,કોના માટે ઉભા છો?
નીશીત જોશી (2) 27.08.11
नही करता
तेरे दरबारमें कोइ कभी जुरुरत नही करता,
तेरे हिसाब के उपर कोइ हुज्जत नही करता,
नाम पानेके फेरमें बदनाम होते रहते है लोग,
फरेबी लोगोसे यहां कोइ शिकायत नही करता,
गीर गीरके संभलाभी जा सकता है बारबार,
होसलोसे उडनेवाला कोइ मुर्रुवत नही करता,
समंन्दरभी सुख जाये गर रुठ जाये नदी तो,
प्यार नही दिलमे वोह कोइ इबादत नही करता,
सच्चाई की राह चले गर साथ दे सारा जमाना,
जुठके सहारे जीनेवाला कोइ हिमायत नही करता,
नुमाईश कर दिलकी, भीड कर ली महेफिलमे,
पर सच्चा चाहनेवाला कोइ जमायत नही करता,
तेरे नामके आगे सब नाम लगते है काफी बौने,
तेरा ही नाम लेनेवाला कोइ गफलत नही करता ।
नीशीत जोशी 26.08.11
कहा था तुम्हे
न देना दस्तक दिल पे कहा था तुम्हे,
न आना मस्तक पे फरमाया था तुम्हे,
जज्बात रखते नही काबु में कभी भी,
न खोना कबतक ये जताया था तुम्हे,
दरिया दिली दिखाते हो हस हस कर,
न हसना जबतब ये बताया था तुम्हे,
नाव ले मजधार फिर लाते हो किनारे,
यु डुबना अबतब ये सीखाया था तुम्हे,
चलो अब भी देर नही, हमसफर बनो,
राह चलना कबतक दिखाया था तुम्हे,
गुरुर करना अच्छा नही, नरम बनो,
गुस्सा करना अबतक भुलाया था तुम्हे,
दिल दिया और कह दिया की अपने हो,
दर्दका सहना अबतक सुनाया था तुम्हे ।
नीशीत जोशी 24.08.11
તુજનો જ આધાર છે
કાન્હાનો જન્મદિન
વરસો આજ વરસાદ બની,
કાન્હાનો જન્મદિન છે વળી,
ખાવ ખવડાવો માલમલીદા,
કાન્હાનો જન્મદિન છે વળી,
રમો રાસ થઇ આનંદવિભોર,
કાન્હાનો જન્મદિન છે વળી,
જ્યાં છો સમજો ગોકુળમથુરા,
કાન્હાનો જન્મદિન છે વળી,
મનડાને બનાવો વનરાવન,
કાન્હાનો જન્મદિન છે વળી,
તરબોળ થઇ વહેચો પ્રેમ સૌને,
કાન્હાનો જન્મદિન છે વળી,
લાલાની કરો જય ધોશ વળી,
કાન્હાનો જન્મદિન છે વળી.
નીશીત જોશી 22.08.11
ક્યારેક
આવો અકસ્માત તો ક્યારેક પણ થવાનો હતો,
બચ્યો જો હોત, તો ક્યારેક પણ મરવાનો હતો,
પ્રેમ કરવો કોઈ નાનું કાજ નથી આ જગતના મેળે,
ખોવાયો જો હોત, તો ક્યારેક પણ મળવાનો હતો,
ઉભા રહી કઠોડે રાહ નિહાળનાર દેખાય છે ઘણા,
ચાલ્યા હોત, પથ તો ક્યારેક પણ દેખાવાનો હતો,
નસીબનો વાંક કેમ કહેવો કે ન મળ્યા આ જનમે,
લગ્ન જો થાત, માંગ તો ક્યારેક પણ ભરવાનો હતો,
રીસાય કલમ લખતા લખાતા એક જ નામ કાગળે,
હ્રદયનો વલોપાત તો ક્યારેક પણ લખવાનો હતો,
પ્રેમવાર્તા સંભળાવી કરતા રહેતા યાદોનો વરસાદ,
‘નીશીત’ હ્રદયથી તો ક્યારેક પણ કાનધરવાનો હતો.
નીશીત જોશી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)