શનિવાર, 7 જુલાઈ, 2012
પોતા સામે
શબ્દો ના બાણ પણ ક્યારેક વાગે છે,
નજીવી બાબત પણ કુતુહલ લાગે છે,
સમણાંમાં જીવવાની આદત પડી જાય,
તો સુવર્ણ સપના પણ ક્યારેક જાગે છે,
મંદીર,મસ્જીદ,ગુરૂદ્વારે જાય તો છે લોકો,
સ્વાર્થ તલ્લીન સ્વ કાજે જ કંઇ માગે છે,
માણસ ચાલતા પણ પહોંચી શકે મુકામે,
આગળ નીકળવાની હોડે ક્યારેક ભાગે છે,
સન્માન,સ્વમાનની પરિભાષાથી અજાણ,
પોતાના પણ પોતા સામે બંધુક દાગે છે.
નીશીત જોશી 02.07.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો