
છેતરાણા માની મલકાતા રહો,
પ્રેમ કર્યો છે તે જણાવતા રહો,
અણસમજમાં કર્યુ વૃજને ગાંડુ,
હવે પ્રીતના સાદે આવતા રહો,
અધુરી લાગે જો પ્રેમ રીત મારી,
પ્રેમ-અર્થ આવી સમજાવતા રહો,
હશે લગન મુજ મગન તુજ સંગ,
આવવુ પડશે જ,ન સતાવતા રહો,
કરીએ શું છોડી વિલાપ મુજ મોહન,
વિરહાગ્નિમાં ન આમ તપાવતા રહો.
નીશીત જોશી 08.07.12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો