શનિવાર, 28 જુલાઈ, 2012
વર્ષો થઇ ગયા
પ્રેમપગલા ની શરુઆતને વર્ષો થઇ ગયા,
એ જીતેલી બાજીની માતને વર્ષો થઇ ગયા,
યાદને રાખી છે સાંચવી,ક્યારેક તો આવશે,
પુછેલા તેમના સવાલાતને વર્ષો થઇ ગયા,
કહેણ મોકલાવી તે પુછાવે છે કેમ છો તમે?
એક સાથે ગુજારેલી રાતને વર્ષો થઇ ગયા,
ખુમારી હજી તો ઉતરી નથી ચડેલા નશાની,
આંખોમાં ડુબ્યાની એ વાતને વર્ષો થઇ ગયા,
રીસાઇ જવાનુ હુન્નર ખુબ દેખાડ્યુ'તુ તમે તો,
અમે ભેગી કરેલી એ જમાતને વર્ષો થઇ ગયા.
નીશીત જોશી 25.07.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો