શનિવાર, 28 જુલાઈ, 2012

એ રાત !

નવલી રાત વિતાવવા સપના મોકલજે, સપનામાં અવાજ સમા ટહુકા મોકલજે, જુદા જુદા ચિત્રો દેખાડવા બંધ કરો હવે, રાતને એ તો નહોતુ કહ્યુ કેટલા મોકલજે, કરજો એ મધુર મીલનની વાતો સ્વપ્ને, ચાંદનીની સાટુ મનમીત ચંદ્રમા મોકલજે, ઉંઘથી ન જાગી જવાય તે જોજે એ રાત ! પરોઢીયુ ન આવી શકે તે તાળા મોકલજે, એ સપના પણ ન પડી જાય ઢીલા નીદરે, તેને પણ રોજની માફક ઉજાગરા મોકલજે . નીશીત જોશી 22.07.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો