રવિવાર, 15 જુલાઈ, 2012

આંખોના વેધન

આંખોના વેધનથી વિધાંઇ ગયો છુ, હ્રદયના તારો થકી સંધાઇ ગયો છુ, કોને સંભળાવુ મુજ વ્યથાની વાતો, વ્યથાથી જ જ્યારે બંધાઇ ગયો છુ, ઉજાગરા કર્યા રાત્રે અજાણ્યા કાજે, સરનામુ શોધતા હું મુંઝાઇ ગયો છુ, ધોધમાર જામ્યો વરસાદ રસ્તામાં, હું ઘરે જ યાદોમાં ભીંજાઇ ગયો છુ. સ્વાર્થી દુનિયાથી વાકેફ થયો અને, મુજથી હવે સ્વમાં સંતાઇ ગયો છુ . નીશીત જોશી 07.07.12

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો