રવિવાર, 15 જુલાઈ, 2012
ફુલોથી ભરેલુ સ્મિત તુજને
ફુલોથી ભરેલુ સ્મિત તુજને,
મુજના ભાગે બસ એકલતા,
રમણીય સુંદર રાત તુજને,
મુજ ભાગે એ અંધારપટતા,
મળે એ સુવર્ણ સ્વપ્ન તુજને,
મુજ ભાગે ઘોરી અમાવસતા,
સ્વર્ગના સર્વ આનંદ તુજને,
મુજને એ નરકમાં વિરહતા,
જે હોય શ્રેષ્ટ સર્વ મળે તુજને,
મુજને જોઇએ યાદોની સુંદરતા.
નીશીત જોશી ૦૮-૦૫-૦૯ ///14.07.12
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો