ગુરુવાર, 6 ઑક્ટોબર, 2011

હરઘડી જોવા


ગઝલમાં લઇ શબ્દોથી ઉઠાવી છે,
તેની હર મુરત દિલમા બચાવી છે,

કહેતા'તા જીવન નહી જીવી શકીએ,
તેની જ વાત તેમને હવે જણાવી છે,

મુંજાય ગયેલા પ્રેમપથમાં ઉતરીને,
પથમાં ફુલોની પગદંડી બનાવી છે,

મુશ્કાન બહુ જ ગમતી તેને અમારી,
માટે મુશ્કાનને તેના મુખે સજાવી છે,

ફુલોની સુગંધથી નીખરી જતા પોતે,
જીવને તેના નામની હવા વહાવી છે,

માસુમીયતથી આફરીન હતા 'નીશીત',
હરઘડી જોવા છબી દિલમાં અંકાવી છે.

નીશીત જોશી 01.10.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો