
( બેફામસાહેબની એક ગઝલથી પ્રેરીત થઇ લખેલ છે)
આજ તુજને ખાતર અમે પર બની જઇશું,
તુજ પ્રેમના મજબુત બખ્તર બની જઇશું,
કોઇ આઘાત પહોચાડે જો તુજ વહાલને તો,
ઘાવ રોકી, ફુલ બનાવી અત્તર બની જઇશું,
લહેરો કોઇના કીધે રોકાતી તો નથી આમતો,
કિનારો બનશો તમે અમે સાગર બની જઇશું,
અરિસોમા જોઇને પ્રતિબીંબ હરખાયા કરો છો,
તુજની છાયામાં ભળી અમે સુંદર બની જઇશું,
આવતા જન્મની હવે વાત કરૂ તો, શૈશવકાળે,
તુજને રમવા કાજ રમકડાના ઘર બની જઇશું.
નીશીત જોશી 06.10.11
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો