રવિવાર, 23 ઑક્ટોબર, 2011

બધાથી


સુગંધના આધારે ફુલ વર્તાતુ નથી,
ફુલો ઘણા છે બધાથી ખીલાતુ નથી !

સુગંધ તો પ્રસરાવે જગ માંહી ઘણા,
એક સરખુ તો બધાથી જીવાતુ નથી !

શીખર ઉપર પહોંચતા પહોચી જાય,
બધાથી તો એ જગ્યાએ જવાતુ નથી !

મોટા તો બની જાય છે મોટાઇ કરીને,
મોકો આવ્યે નાના સામે નમાતુ નથી !

હોય ગમે તેટલા આદર્શ વિચારો દિલે,
ઇર્ષાઓને હરધડી બધાથી મુકાતુ નથી !

બધુ મુકીને બની જાય જે ખરો માણસ,
પણ બધાથી નિર્દોષ બાળ બનાતુ નથી !

નીશીત જોશી 23.10.11

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો