હતી એ પણ એક દીવાળી,
પરોઢીએ ઉઠાડી તૈયાર કરાવતી,
નવા કપડા પહેરાવતી,
મીઠાઇઓથી મોઢુ મીઠુ કરાવતી,
બધાને પગે લગડાવતી,
પૂજા પણ પરાણે કરાવતી,
કામે જતા થયા ત્યારે,
પેઢી પર લઇ જવા માટે,
સામાન કાઢી આપતી,
જતા પહેલા દહીં ખવડાવતી,
પૂજા સમયે હાજરી બજાવતી,
આજે આ દીવાળી ફીક્કી લાગે છે,
ઘરમાં બનેલી મીઠાઇ મોરી લાગે છે,
તુજની અનઉપસ્થીતી આજે ખાલે છે,
'માં' તુ આજ પાછી બહુ યાદ આવે છે.
નીશીત જોશી 25.10.11
સોમવાર, 31 ઑક્ટોબર, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો