આવોને પ્રેમમાં આપણે બરબાદ થઇએ,
બનીને ઇતિહાસ આપણે અપવાદ થઇએ,
બોલવાવાળા બોલતા જ રહેવાના ઇર્ષામાં,
પોતાના શબ્દોના થકી આપણે સાદ થઇએ,
દુનીયાની અપાર ભીડે દબાય જાય અવાજ,
મંદીરના ઘંટાની માફક આપણે નાદ થઇએ,
ખારાસ આંખોના વહેણની ઓછી જો ન થાય,
એકબીજાના મધુર આપણે આસ્વાદ થઇએ,
ભુલી નહી શકાય કોઇથી વિતાવેલી હર પળો,
ચીતરાવી આ હ્રદયને સ્મરણીય યાદ થઇએ,
કુદરતના પણ ગજબ છે નિયમ 'પ્રેમમાં વિરહ',
આવોને ફરિયાદી બની આપણે ફરિયાદ થઇએ.
નીશીત જોશી 09.10.11
રવિવાર, 9 ઑક્ટોબર, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો