ગુરુવાર, 6 ઑક્ટોબર, 2011
મનથી મન સુધી
મનથી મન સુધીના પૂલો બાંધ્યા છે,
અમે તો પહાડોના પહાડો લાંધ્યા છે,
લક્ષને તોડનાર ભલેને મળ્યા ઘણાં,
અમે તો લક્ષના પણ લક્ષો સાધ્યા છે,
જીવન બોઝીલ બન્યુ'તુ પ્રશ્નાવલીથી,
અમે દર સવાલોના જવાબો કાઢ્યા છે,
પડછાયાએ અરીસો સમજી કર્યા ટુકડા,
હર ટુકડે છાયાના પ્રતિબિંબો ભાળ્યા છે,
બધુ કર્યુ સરળ, ના સમજી શક્યા તેને,
હવે અમહ્રદયે પણ પરાજયો ભાખ્યા છે,
મહોબ્બતની તું હવે વાત ન કર "નિશિત",
રાતભર સપના સજાવી સવારે બાળ્યા છે.
નીશીત જોશી 29.09.11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો