
કરજે મુજની પુર્ણ હસરત એવી,
ન રહે બાકી મુજની જરૂરત એવી,
ચાંદ શરમાય છે નીહાળીને તુજને,
છે સુંદરતાથી ભરેલી સૂરત એવી,
વસાવી રાખી છે તસ્વીર સમણાંમા,
મળી બેહદ તુજની મહોબ્બત એવી,
નહી ભુલાય પળે પળની બધી યાદો,
નથી આ વાતો પણ છે હકીકત એવી,
વીચારોના વંટોળમાં વહેતો ભુલુ બધુ,
કોને સમજાવુ મનની મુસીબત એવી,
મળે તુજ ચરણ, દિલમાં ખુણે સ્થાન,
મુજની તો છે હસરત કે ઇબાદત એવી.
નીશીત જોશી 13.10.11



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો