સાત જનમ ની તો ખબર નથી અમને છે રુદન અમારુ આ જન્મનુ,
પ્રેમ મા પડ્યાની સજા અમે ભોગવીયે, શું થશે હવે આ દિલનુ,
શું કહેવુ એમને અમારુ જરુરી હતુ અમારા આ જન્મનું,
લીધુ ત્યારે તો પુછ્યુ પણ નહી શું થયુ તમારા દિલનું,
દર દર ભટક્યા હતા તમારા માટે કેટલા દિન સુધી,
મળ્યા ત્યારે ખોટુ માનતા થયા અમારા એ દિલનું,
રહ્યા અમે ચુપ તો માન્યા અમને તેઓએ અણસમજ,
મૌન થી ભિજાણા છતા ન માન્યુ એમણે આ દિલનું,
કાશ અમને પણ આવડતી હોત તેના જેવી ભાષા,
અમે પણ કહી શક્યા હોત જુબાંથી રુદન અમારા દિલનું....
નીશીત જોશી
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
કાશ અમને પણ આવડતી હોત તેના જેવી ભાષા,
જવાબ આપોકાઢી નાખોઅમે પણ કહી શક્યા હોત જુબાંથી રુદન અમારા દિલનું....
nice one