બાવરી ફરે મૃગનયની રાધા,
ઘડીક જમુના તીરે,
ઘડીક વૃદાંવન મા,
ક્યાંય ભાળ નથી આજ એના હરીની,
રુસણા લીધા આજ,
ના રમુ રાસ હારે એની,
લાખ મનાવે ના માનુ આજ,
કદમ્બ વૃક્ષ તળે હારે બેઠી,
માધવ વાસળી રેળાવતો કહે,
ચાલને રાસડા રમવા ભેરુ,
હરી મનાવે આજ રાધાને,
તુ છો સ્વાસ મારો,
ને સામાઇ છે હરેક ધબકારમા,
ક્યાં છે છેટી અળગી મારાથી?
જઇને લપાઇ રાધા એની,
ના થાય અળગી ક્યારેય હરીથી,
સાનિધ્યમા આ તો હરીની,
સમાધિમા સરી ગઇ......
'વંશીકા'
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો