શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

શરણાગતી સ્વીકારી તારી નહી કહુ હુ ફક્ત આ જન્મમા,

કહીશ હુ બસ હવે તુ થજે મારો હર એક જન્મમા,

તોફાની તુ, ચંચલ છે તુ, છે તુ બહુ શરારતી,

મળે છે આપણા મન સમજીશ તુ ક્યા જન્મમા,

લઇલે મને તારા બહુપાશમા એકવાર મારા વ્હાલા,

જાણી જઇશ તુ ત્યારે જ મારા પ્રેમને આ જન્મમા,

નથી રહેવાતુ નથી સહેવાતુ, હવે કર હાઉં,

કહી તો દે રાહ શું જોએજ રાખવી આ જન્મમા,

કરુ હુ 'નિશિત' હમેશા પ્રેમ નો એકરાર મારા શ્યામ,

રાહ નહી જોઇ શકુ હવે,કહીશ નહી હુ આવતા જન્મમા,

છે તારો આપેલો મને, મારા ગીરધારી આ જન્મ,

પછી શા માટે કહુ રાહ જોઇશ હુ આવતા જન્મમા....

'નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો