શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

કહ્યુ પ્રભુને બગડે છે શુ મારુ બગડેલુ સુધારવામા,
મઝા શુ આવે છે તને મને રસ્તે રઝડાવવામા,
તે બોલ્યા શા માટે પડ્યો પાછળ મારી તુ રોજ રહે,
મેં કહ્યુ તારા જેવા બિજા કોઇ પણ દેખાડો દુનીયામા,
તે બોલ્યા એમ તો છે હજારો કોનીકોની પરવાહ કરુ,
મેં કહ્યુ સાફ જ કહોને નથી રહ્યુ હવે કંઇ ખજાનામા,
તે બોલ્યા હોશમા બોલ નહી તો હુ રીસાય જઈશ,
મેં કહ્યુ છો જ માહીર તરતજ રીસાય જવામા,
નથી કોઇ સાધના કરી તે બોલ્યા તો મેં કહ્યુ,
સાભળ્યુ છે રિઝી જાવ છો ફક્ત આંશુ વહાવવામા,
તે બોલ્યા મારી મરજી છે કરીશ જે પણ હશે ઇચ્છા,
મેં કહ્યુ કરીદો પરીવર્તન કરુણાનીધી કહેડાવવામા,
તે બોલ્યા જો ન દયા હોત તો ક્યાથી હોત આ જગમા,
મેં કહ્યુ તો પછી તકલીફ શું છે તારા દર્શન આપવામા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો