આ છે ઓર્કુટ ની દુનીયા ઘણી નિરાળી,
વિશ્વાસ કરતા કેમ અવિશ્વાસ જ સર્વોપરી છે,
હશે દાખલા ખરાબ આમા, મિત્રતા પર ના,
પણ સારા દાખલાઓ ની પણ ભરમાર છે,
પુછવું છે, જાણવુ છે બધુ મિત્ર બનીને મિત્રોથી,
પણ વારો પોતાનો આવે ત્યારે કેમ ચૂપ રહી જાય છે,
આ છે એક મિત્રતા કરવાનો વધારવાનો માધ્યમ,
તો પછી કેમ મિત્રોથી જ બધુ છુપાવાય છે,
કરે છે જે મિત્રો પર પુર્ણ ભરોશો અહીં રુદન તેના સંભળાય છે,
વાહ રે ! ઓર્કુટની દુનીયા આવુ હોવા છતા ઘણી વખણાય છે,
નથી હોતા બધા સરખા , કરી જુઓ કોઇ પર વિશ્વાસ,
હૈયુ હલકુ કરવાનો પણ આ સુંદર માધ્યમ કહેવાય છે,
જરુરી છે પારખો મિત્રોને, પછી જ કરો તેના પર વિશ્વાસ,
યાદ રાખજો ગામ હોય ત્યાં ઢેઢવાડો પણ હોય જ છે,
છોડો એવાની મિત્રતા જે છે નામ પર નો એક ધબ્બો,
રાખો સારા મિત્રો લાગે જેમ સોના મા સુંગધ ભેળવાય છે.
' નીશીત જોશી '
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો