ઋણાના બંન્ધન બાકી હોય ત્યારેજ કોઇ કોઇને મળે,
નહીતર જગત વિશાળમા ક્યાં કોઇને શામાટે મળે?
કરવા છે પુરા આ બંન્ધન છે જે બાકી કોઇના,
એટલે તો આ સગા સૌ સ્વાર્થના અમને મળે?
હશે કંઇક કર્મો એવા બાકી ચુકાવવાના અમારા,
નહીતર તો તું છે અહી એના પ્રમાણ તો મળે?
રમકડુ બન્યા તારા હાથ ના જુઓ તો ખરા,
જ્યારે ચાવી પુરી થયે જ શું દર્શન મળે?
કૃપા તો તું એટલી કરજે મારા વ્હાલા મુરલીધર,
ચુકાવી દેજે બધાના ઋણાનાબંધન જેના બાકી મળે?
દે જે ભક્તિ તારી કરાવી પુરા આ બધાના ૠણો,
નથી લેવો જન્મ બીજો ફક્ત ચરણોમા તારા રહેવા મળે?
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો