શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

નહતી રાખવી નીસ્બત કહી દેત અમને,
ખામી લાગી હતી કંઇ કહી દેત અમને,
સજાવેલી મહેફીલમાં ઝલાવ્યા હતા દિપકો,
દિપકોને શા માટે ઠાર્યા કહો તો અમને,
જાણીએ છીએ શરારતની ટેવ છે તમને,
પણ આ રીતે કેમ તડપાવો કહો તો અમને,
હજારો બીજા હતા જગમા પણ માન્યા તમને,
શુ એજ ભુલ કરી એ કહો તો અમને,
થઈ ગયા શબ્દો વિહુણા વીરહમા તમારી ‘નીશીત’,
હવે આ જ્વાલા ઠારવા આવશો ક્યારે કહો તો અમને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો