સંમ્બધો એવા રાખો કે સંમ્બધોમા જીવી જવાય,
કર્મ કરો એવા બધાના ઋણાનાબંધન ચુકવી જવાય,
રાખો એવા સંમ્બધો જે ટકે કયામત સુધી,
જીવ પણ નિકળે ત્યારે ઉપરવાળાથી શરમાઇ જવાય,
ન કરજો વાદાખોદ કોઇ સંમ્બધોમા,
થયેલી કોઇની ભુલોને પણ માફ કરતુ જવાય,
માન્યુ નથી વાગતી તાલી એક હાથથી પણ,
પહેલુ પગલુ ભરી કોશીશ તો કરતી જવાય,
દાખલા એવા ઘણા છે આ જગતમા 'નિશિત' સંમ્બધોના,
કરીને નામ આવા દાખલાઓમા સામીલ કરાવતુ જવાય..
નીશીત જોશી
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો